હાલ ઓક્ટોબર મહિનાઓ ચાલી રહ્યો છે જ્યારે હજુ વરસાદે વિરામ લીધો નથી … ફરીથી નવેમ્બર મહિનામાં ફરી ગુજરાતમાં માવઠાની આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે. નવેમ્બરના બિજા સપ્તાહમાં ફરી માવઠાની સંભાવના છે.તેવુ જણાવ્યું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીના જણાવ્યા મુજબ નવેમ્બરમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવશે તેવું અનુમાન છે ૭ થી ૧૨ નવેમ્બરમાં એક સિસ્ટમ બનશે તેવું અનુમાન છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે જેથી ગુજરાતમાં સુધી આવશે એટલે તેની અસર જોવા મળશે જ્યારે આ બાજુ અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે તેવું અનુમાન છે. જેને કારણે ગુજરાતમાં ૮ થી ૧૪ નવેમ્બરમાં માવઠું થવાની શક્યતા રહે લી છે.
પરેશ ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં દિવાળી સુધી ગુજરાતનું વાતાવરણ સુકું રહેશે અને તાપમાનમાં વધારો જોવા મળી શકે છે ગરમી પડશે અને સાથે ઉકળાટ પણ જોવા મળશે, તાપમાન ૩૨ થી ૩૬ ની રેન્જમાં જોવા મળશે, મહત્તમ તાપમાન ઊંચું જશે તો રાત્રે લધુત્તમ તાપમાન હવે નીચું આવશે એટલે મિશ્ર રુતુ જોવા મળશે ગુજરાતમાં. આ સાથે દિવાળી ઉપર પણ પરેશ ગૌસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે.
30/10 થી 2/11 સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ છૂટાછવાયાં સ્થળોએ વાતાવરણ અસ્થિર બને અને છાંટ છુટ હળવા માવઠાની થોડી સંભાવના ગણી શકાય, આ આગોતરા એંધાણમાં ફેરફારની શક્યતા છે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી છે.