ગુજરાતમાં હવે શિયાળો ધીમે ધીમે જઈ રહ્યો છે અને ગરમી અનુભવાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને કેવા કેવા બદલાવ લાવશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ પવન, તાપમાન અને ઝાકળ વર્ષા અંગેની આગાહી કરી છે. આ સાથે તેમણે એક ચિંતાની વાત પણ વ્યક્ત કરી છે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે અત્યારે ફેબ્રુઆરી ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે જેના કારણે ઋતુ બદલાતી હોય છે શિયાળો પુણ થતાં ઉનાળાની શરૂઆત થશે એટલે બેવડી ઋતુનો અનુભવ થશે. દિવસે ગરમી જોવા મળશે તો આગામી 25 તારીખ સુધી રાત્રે હળવી ઠંડી જોવા મળશે તેવી શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, ઊંચા તાપમાનની વાત કરીએ તો, મોટાભાગના વિસ્તારોમાં 13મી ફેબ્રુઆરી સુધીમાં 35 ડિગ્રી આસપાસ તો પહોંચ્યું હતું, સાથે આજે 18 ફેબ્રુઆરી દરમિયાન ધણા વિસ્તારમાં બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે.
14મીથી લઈને 25 ફેબ્રુઆરી સુધી ક્યારેક ક્યારેક જ ઉત્તરના પવનો ફૂંકાતા જોવા મળશે. ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમના તો ઘણી જગ્યાએ માત્ર પશ્ચિમના જ પવન ફૂંકાતા જોવા મળશે. પવનની સ્પીડ નોર્મલ જોવા મળશે. પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતા નથી. હાલ નોર્મલ પવન જ ફૂંકાય તેવી શક્યતા છે. પવન હવે દિશા બદલતા જોવા મળશે.
ચિંતાના સમાચાર છે ઝાકળ વર્ષા. ધાણા, જીરુ અને અન્ય બીજા અલગ અલગ જે પાકો છે, તેમાં ઝાકળનું પ્રમાણ વધે તો એને કારણે નુકસાની થવાની ભીતિ હોય છે. આજથી ઝાકળ વર્ષા થાય તેવી શક્યતા છે. ઝાકળ વર્ષાનું સૌથી વધુ પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. આ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો અને વાવ, થરાદ જિલ્લામાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધારે રહેશે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઝાકળ વર્ષા જોવા મળશે પરંતુ હળવી જોવા મળશે. રાજ્યમાં સાર્વત્રિક ઝાકળ વર્ષા નહીં હોય પરંતુ અનેક વિસ્તારોમાં આવતી કાલથી ત્રણ દિવસ ઝાકળ વર્ષાનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે