પરેશ ગોસ્વામીની આગાહી: 2024ની સરખામણીમાં આ વર્ષે શિયાળો લાંબો ચાલશે, આ તારીખથી ઉનાળાની શરૂઆત થશે, ફેબ્રુઆરીના એડમા ઝાકળ – ધુમ્મસ જોવા મળશે અને તાપમાનમાં થશે વધારો સંપૂર્ણ માહિતી મેળવીશું.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ઉતરાયણથી જ તાપમાન વધધટ ચાલી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે ગુજરાતમાં તાપમાન ઊંચું જતા ગરમીનો અનુભવ લોકો ને થય રહ્યો છે જ્યારે પવનની દિશા બદલાઈ ગઈ છે જેથી રાત્રે તેમને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, તેવામાં હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ઉનાળાને લયને આગાહી કરી છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ઉનાળાની શરૂઆત ફેબ્રુઆરીમાં થય ચુકી હતી, પરંતુ આ વર્ષ તેવું નહીં બને, શિયાળો લાબો ચાલશે તેવી શક્યતા છે. હાલ બપોરે મહત્તમ તાપમાન ૩૦ ઉપર ચાલી રહ્યું છે પરંતુ ૩૫ ડીગ્રી સેલ્સિયસ ઉપર તાપમાન ઊંચું જાય ત્યારે ઊનાળાની શરુઆત થઈ ગણાય.
આગામી દિવસોમાં ૧૫ ફેબ્રુઆરી સુધી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના છે તેમજ તાપમાન રાત્રે નોમૅલ આસપાસ રહેશે, બપોર ગરમી જેવો માહોલ જામશે. ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં પણ રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે તો બપોર દરમિયાન ગરમી જોવા મળશે તેવી શક્યતા છે ઉનાળા ની શરૂઆત ૧ થી ૫ માર્ચ માં થાય તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી હતી.
જ્યારે પવન અને ઝાકળની માહીતી આપતા જણાવ્યું હતું કે ૧૫ ફેબ્રુઆરી બાદ ઝાકળ વરસાદનો મોટા રાઉન્ડ આવશે, તેમજ ધુમ્મસ જોવા મળશે તેવી શક્યતા છે જેનાં કારણે મીશ્ર રુતુ જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં શરદી ઉધરસ જેવી બિમારીઓ જોવા મળશે. પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે ૧૦ આસપાસ, આગામી ૧૫ ફેબ્રુઆરી આસપાસ પવનની દિશા બદલાઈ જશે તેવી આગાહી કરી છે.