પરેશ ગૌસ્વામીએ ફરી ઠંડી, તાપમાન,પવન અને ઝાકળની આગાહી કરી છે તેના મતે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું તેમ ૫ નવેમ્બરથી તાપમાન અને હવામાનમાં ફેરફાર આવશે, આજથી ગુજરાતનું વાતાવરણ સાવ નોર્મલ જોવા મળશે. પવનની ગતિમાં આજથી વધારો થશે અને ઝડપ ૧૦ થી ૧૪ કીમી પ્રતી કલાકની જોવા મળશે, સાથે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો જોવા મળશે તેવી શક્યતા છે.
ધણા દિવસથી મિક્સ રૂતુ જોવા મળી રહી છે સાથે દિવસનું તાપમાન ઊંચું જોવા મળી રહ્યું હતું અને રાત્રે લધુત્તમ તાપમાન નીચું ચાલી રહ્યું હતું , ત્યારે આજથી દિવસ નું મહતમ તાપમાન ધીરે ધીરે નીચે આવશે. એટલે હવેથી ગરમી અને ઉકળાટ માંથી છુટકારો મળશે તેવી શક્યતા છે.
નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આ સાથે જ ગુલાબી ઠંડીએ પણ દસ્તક આપી છે. જોકે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસ દરમિયાન હજુ પણ હળવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ પરેશ ગૌસ્વામીએ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે પરેશ ગૌસ્વામીએ કહ્યું છે કે ૧૦ નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. કારણ કે ઉત્તર અને પૂર્વ ભારતમાં પારો ત્રણ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. ત્રણથી સાત નવેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. તો બીજી બાજુ તાપમાન ચારથી પાંચ ડિગ્રી નીચું જાય તેવી આગાહી કરી છે.
ઝાકળ વરસાદ ને લયને પણ માહિતી આપી છે કે આગામી ૧૦ નવેમ્બર સુધી ઝાકળ નો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતા નથી હળવું ઝાકળ વરસાદ જોવા મળશે ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખંભાળિયા જામજોધપુર લાલપુર ધ્રોલ કાલાવડ જામનગર દ્વારકા અને કચ્છમાં તેવું અનુમાન છે. ખાસ તો દિવાળી ઉપર ઝાકળ વરસાદ ના રાઉન્ડ આવતા હોય છે પરંતુ આ વર્ષ નથી જોવા મળા ૧૫ તારીખે થી ઝાકળ માં વધારો થશે તેવું અનુમાન છે પરેશ ગૌસ્વામી નું.