પરેશ ગૌસ્વામીએ જાન્યુઆરીમાં કાતીલ ઠંડીના રાઉન્ડ ની આગાહી કરી છે સાથે પવન અને ઝાકળની પણ માહિતી આપી હતી. પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ૫ થી ૧૪ જાન્યુઆરીમાં કોલ્ડ વેવ ના રાઉન્ડ ની આગાહી કરી છે. જેના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળશે.
ગુજરાતમાં આગામી મકરસંક્રાંતિ સુધી માવઠાની કોઈ સંભાવના નથી અને બીજી બાજુ ઉત્તર ભારતમાંથી બેંક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેના કારણે ઉતરના પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાનું શરૂ થયું છે જેના કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ભારે હિમવર્ષા થતાં ગુજરાતમાં કાતીલ ઠંડી પડશે.
ગુજરાતમાં ૧ થી ૪ જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં વધ-ધટ જોવા મળશે, કારણે કે અત્યારે બપોર દરમિયાન નું મહત્તમ તાપમાન ૨-૩ ડીગ્રી સેલ્સિયસ ઉંચુ જય શકે છે સાથે રાત્રિ દરમિયાન લધુતમ તાપમાન નોર્મલ આસપાસ રહેવાની સંભાવના છે. પરંતુ ૫ જાન્યુઆરી બાદથી ફરી રાત્રીના તાપમાનમાં ધટાડો આવશે જેના કારણે નલીયા, કચ્છમાં, થરાદ,વાવ, અંબાજી, ધાનેરા, પાટણ, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં ૫-૭ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાશે.
પરેશ ગૌસ્વામીએ પવન અને ઝાકળની માહીતી આપતા જણાવ્યું હતું કે આગામી ૪ દિવસ સુધી પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે ત્યાંર બાદ પવનની ગતિ ૧૦-૨૦ સુધીની થય શકે છે. પવનની ગતિ વધશે જેના કારણે ઉંચા શિયાળું પાકને પાણી ન આપવાની ખેડૂતને સલાહ આપી હતી. સાથે ઝાકળ વરસાદ ની માહિતી આપતા જણાવ્યું હતું કે ૬ જાન્યુઆરી સુધી ગુજરાતના કચ્છમાં, સૌરાષ્ટ્ર ના દરિયાઈ વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ વરસાદ જોવા મળશે તેવી આગાહી કરી છે.