એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં 16 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે.
તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે ધુમ્મસ જેવું હવામાન રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં મિશ્ર રૂતુ જોવા મળી રહી છે, રાત્રે અને વહેલી સવારે સામાન્ય ઠંડી જોવા મળશે તો બપોર દરમિયાન મહત્તમ તાપમાન ઊંચું જોવા મળશે જેથી ગરમી જોવા મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૩૦ થી ૩૫ ડીગ્રી સેલ્સિયસ જોવા મળશે તો રાત્રે લધુત્તમ તાપમાન ૧૮ ડીગ્રી સેલ્સિયસ નોર્મલ આસપાસ રહેવાની સંભાવના છે. હવે ગુજરાતમાં ધીરે ધીરે ઉનાળાની શરૂઆત ગણી શકાય.
આ સાથે ગુજરાતમાં ઝાકળ વરસાદ નો રાઉન્ડ જોવા મળી રહ્યો છે ધણા વિસ્તારમાં ભારે ઝાકળ વરસાદ જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા રાજકોટ અમરેલી જુનાગઢ જામનગર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા સહિત ના વિસ્તારમાં, ઝાકળ વરસાદ આગામી દિવસોમાં યથાવત રહેશે.
આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે