બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનશે, સૌરાષ્ટ્ર , કચ્છ અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી

#આગાહી
Views: 2K

બંગાળની ખાડીમાં ઉપરાઉપરી સિસ્ટમ્સ બનશેઃ

વેધરની એક ખાનગી સંસ્થાની તા.ર૩ થી ૩૦ જુન સુધીની આગાહી : રવિવારથી આખુ અઠવાડીયુ છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ-ભારેથી અતિભારે વરસાદ પડશે, આવતા સપ્તાહના અંતિમ દિવસોમાં વરસાદના વધુ વિસ્તારો અને વરસાદનું પ્રમાણ પણ વધુ જોવા મળશે.

ગરમી બફારાથી લોકોની હાલત દયનીય બની છે. ખેડુતો પણ વાવણીની રાહ જોઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર છે આવતા રવિવારથી એટલે કે ૨૩ મી જુનથી આખુ અઠવાડીયું મેઘરાજા મહાલશે. ક્રમશ: વિસ્તારો અને વરસાદની માત્રામાં વધારો થતો જશે. ચોમાસુ ફરી સક્રીય થયું છે અને બંગાળની ખાડીમાં ઉપરાઉપર સિસ્ટમ્સ બની રહી છે. જેની અસર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં જોવા મળશે તેમ વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે.

તારીખ ૧૦-૬-૨૦૨૪ બાદ થી અરબ સાગર | માંદક્ષિણ પશ્ચિમ ચોમાસાની પાંખ સ્થગિત થયેલ. જ્યારે ૩૧-૫-૨૦૨૪ બાદ થી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની બંગાળની ખાડીની પાંખ સ્થગિત થયેલ.

ચોમાસું સક્રિય: ભારે વરસાદની આગાહી 

તા.૨૦-૬-૨૦૨૪ના રોજ બંગાળની ખાડીવાળી પાખમાં ચોમાસુ આગળ વધ્યું. જેમાં વિદર્ભ છત્તીગઢ નોર્થ વેસ્ટ બાથ ઓફ બેંગાલ સબ હિમાલયન વિસ્તાર પશ્ચિમ બંગાળ અને બિહારના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થયું છે.

આગામી ૩/૪ દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્યના ભાગો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો,સબ હિમાલયન વિસ્તારોમાં તેમજ ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો માં આગળ વધે તેવી સંભાવના છે આમ મહિનાના અંત સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજ્યભરના વિસ્તારમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ વધુ અનુકૂળ બની જશે.

આવતીકાલે તા. ૨૨ દરમિયાન બંગાળની ખાડીમાં અપર સાયકલોનિક સર્ક્યુલેશન વધુ સક્રિય થશે એનો ટ્રફ અરબસાગર સુધી ફેલાશે આમ બંગાળની ખાડીથી અરબસાગર સુધી સિસ્ટમ્સ સક્રિય થશે. બાદ બંગાળની ખાડીમાં બીજું અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન થશે. તેનો ટ્રક બ્રોડ સર્ક્યુલેશન અને ઈસ્ટ વેસ્ટ શીયર ઝોન તેમજ કેરલથી લઈને મહારાષ્ટ્ર સુધી સક્રિય ઓફ સૌર ટ્રફની સંયુક્ત અસર હેઠળ તા.૨૩ થી તા.૩૦ દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આગાહીના પાછલા દિવસોમાં વધુ વરસાદના વિસ્તારો અને વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે છે. રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે

આગાહી સમય બાદ રાજ્યમાં વરસાદમાં બાકી રહી ગયેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બનશે. અને વરસાદી માહોલ જળવાઈ રહેશે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 22-06-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ઘઉમાં વેચવાલીનાં અભાવે તેજીનો દોર, ભાવમાં વધુ રુ.20 નો વધારો, જાણો બજાર સવૅ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up