ગુજરાતમા અનેક સ્થળોએ ધોધમાર પડી રહ્યો છે. 2 દિવસ માં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. હજી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી ૨ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
03 તારીખે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી
આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા થરાદ વાવ રાધનપુર અંબાજી વિસનગર કડી વડનગર પાલનપુર ભાભર માણસા ઈડર ખેડબ્રહ્મા બેચરાજી મહેસાણા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તો અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ વડોદરા સુરત વલસાડ નમૅદા જેવાં જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.
જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદના વિસ્તારમાં ધટાડો આવશે અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે કચ્છમાં પણ કોઈક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે.
04 તારીખે ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ
4 જુલાઈ થી ગુજરાતમાં વરસાદની માત્રામાં અને વિસ્તારમાં ધટાડો આવશે અમુક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અને આગામી 9 જુલાઈ સુધી વરાપ જોવા મળશે તેવી શક્યતા છે પરંતુ ચોમાસું સે એટલે અમુક વિસ્તારોમાં વરસાદ શરૂ રહી શકે છે જેમાં હળવા વરસાદ ક્યાંક ક્યાંક રેડા ઝાપટાં પડી શકે છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે
હવામાન વિભાગની માહિતી મુજબ આગામી 6-7 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બને તેવી શક્યતા છે જેના કારણે ગુજરાતમાં ફરી ભારે વરસાદની સંભાવના છે જેમાં સિસ્ટમ ની અસર ખાસ ઉત્તર ગુજરાત દક્ષિણ મધ્ય પૂર્વ ગુજરાતમાં વધુ જોવા મળે તેવું અનુમાન છે આ સિસ્ટમ ને કારણે ફરી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે…