હવામાન નિષ્ણાંતો દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે પરેશ ગૌસ્વામી દ્વારા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે 16 ઓગસ્ટ થી મઘા નક્ષત્ર બેસવાનું છે, સાથે જ પરેશ ગૌસ્વામી ની આગાહી મુજબ 17-18 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. મઘા નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
હાલ રાજ્યમાં વરસાદ વિરામ લેશે… આગામી થોડા દિવસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય રહેવાથી વરસાદ વરસશે નહીં.. જો કે હવામાં ભેજને કારણે છૂટોછવાયો વરસાદ પડી શકે છે… આગામી 18 ઓગસ્ટ બાદ અરબી સમુદ્રમાં કરંટ આવશે… જેને પગલે 18થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે… તો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે… અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સ્થિતિ બનશે,, જેને કારણે 22થી 30 ઓગસ્ટ સુધી અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે… ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પણ સર્જાઇ શકે છે..
આગામી 17 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 17 થી 23 ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદ થવાની શક્યતા છે. જોકે 16 તારીખથી મઘા નક્ષત્ર બેસવાનું છે.જેના કારણે વરસાદ ની ગતિ વિધિ વધશે.
“મઘા નક્ષત્ર“
વરસાદ ના મઘા નક્ષત્ર ની શિયાળ ના વાહન સાથે 16 ઓગસ્ટ સાંજે 07:45 વાગ્યે શરુઆત
16/08/2024 થી 29/08/2024 સુધી ચાલશે
#મઘાનો_વરસાદ_સોનાના_તોલે ગણવામાં આવે..😍😍
જો વરસે #મઘા તો થાય #ધાનના_ઢગલા અને મઘાનું પાણી #ગંગાજળ સમાન ગણવામાં આવે છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે. આ નક્ષત્રના વરસાદનું પાણી સંગ્રહ કરી આખુ વર્ષ પી શકાય છે અને અનેક ફાયદાઓ કરે છે.
આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા #કીડા પડતા નાથી. આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી
#ખેતીપાકો માટે પણ આ નક્ષત્રનો #વરસાદ_અમૃત_સમાન ગણવામાં આવે છે. જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે.
અનેક રોગોમાં ફાયદાકારક ગણવામાં આવે છે .
વર્ષાતુમાં સૂર્યનું #મઘા_નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે.મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે #મઘા_કે_બરસે_માતૃ_કે_પરસે એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની #તરસ બુઝી જાય છે.
#ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે. જેમાં ખંભાતવાસી વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે. એક #પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે.
બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આાધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે.