રૂ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઇ છે. આ સપ્તાહ દરમિયાન રૂ ગાંસડીના ભાવમાં ખાંડીએ રૂ.500નો સુધારો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ 29એમએમ રૂ ગાંસડીના ભાવમાં ખાંડીએ રૂ.54800ની સપાટીએ વેપાર થઇ રહ્યો છે. ગત સપ્તાહે રૂ ગાંસડીમાં ઘટાડા સાથે રૂ.54300ની સપાટી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક વાયદામાં પણ 70 સેન્ટથી ઉપરની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે.
રૂ બજારની સીધી અસરથી કપાસના ભાવમાં પણ નીચેના સ્તરેથી પ્રતિ મણ રૂ.20 જેટલો સુધારો થયો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1325થી રૂ.1525ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે. કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે પહોંચ્યા હોવાથી ઘણાં વિસ્તારોમાં ટેકાની ખરીદી પણ શરૂ થઇ છે.
અમેરિકાના રૂ માર્કેટના નિષ્ણાંતોએ ન્યુયોર્ક રૂ વાયદામાં આગામી દિવસોમાં વધુ મંદી થવાની આગાહી કરી હતી. છેલ્લા એક મહિનાથી ન્યુયોર્ક રૂ અને ચીનના રૂ-કોટન યાર્ન વાયદા સતત ઘટી રહયા છે.
વિદેશ વર્તમાન
-અમેરિકાના કોટન માર્કેટના નિષ્ણાંતો ન્યુયોર્ક રૂ વાયદામાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી રહ્યા છે. ખાસ કરીને અમેરિકન રૂની નિકાસ ઉત્તરોત્તર ઘટી રહી છે અને હવે ડોલર મજબૂત થતાં અમેરિકન કરન્સી કરતાં બ્રાઝિલની કરન્સી રિઆલ ઘટી હોઈ રૂની આયાત કરનારા દેશોને અમેરિકાના રૂ કરતાં બ્રાઝિલનું રૂ પ્રતિ પાઉન્ડ પાંચ થી સાત સેન્ટ સસ્તુ મળતું હોઇ બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, વિયેટનામ અને ભારત સહિતના દેશો હાલ અમેરિકન રૂ કરતાં બ્રાઝિલનું સસ્તુ રૂ આયાત કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોઈ આગામી દિવસોમાં અમેરિકન રૂની નિકાસમાં વધુ ઘટાડો થવાની સંભાવના હોઈ ન્યુયોર્ક રૂ વાયદો હજુ પણ ઘટવાની સંભાવના છે.
વિશ્વમાં ચીન, ભારત પછીના ત્રીજા ક્રમને રૂ ઉત્પાદક બ્રાઝિલમાં નવી સીઝન માટે કપાસનું વાવેતર શરૂ થઈ ચુક્યું છે. બાઝિલમ બ્રાઝિલમાં નવેમ્બર- ડિસેમ્બરમાં કપાસનું વાવેતર થાય છે અને માર્ચ-એપ્રિલમાં નવો કપાસ માર્કેટમાં આવે છે. બ્રાઝિલમાં સૌથી વધુ કપાસનું વાવેતર મોટોગ્રોસો વિસ્તારમાં થાય છે અને બીજા ક્રમે પરાનામાં વાવેતર થાય છે. ઓલઓવર બ્રાઝિલમાં તા.૧૫મી નવેમ્બર સુધીમાં ૦.૧૭ ટકા કપાસનું વાવેતર : થયું હતું જેમાં પરાનામાં ૪૫ ટકા વાવેતર થયું હતું. બ્રાઝિલમાં નવી સીઝનમાં સાત ટકા વાવેતર અને રૂના ઉત્પાદનમાં નવ ટકા વધારો થવાનો અંદાજ ત્યાંના કોટન ગ્રોઈર એસોસીએશને મૂક્યો હતો. બ્રાઝિલમાં ગત્ત વર્ષે ઉત્પાદિત કપાસમાંથી ૮૦.૮ ટકા કપાસનું જેનીંગ થઈ ચૂક્યું છે જેમાં સૌથી મોટા ઉત્પાદક મોટોગ્રોસોમાં ૯૯ ટકા કપાસનું જીનીંગ થઇ ચૂક્યું છે.