દિવાળી પહેલા કપાસની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બોટાદમાં સોમવારે અંદાજે 90 હજાર મણ કપાસની આવક થઇ હોવાનો અંદાજ છે. હળવદ, ગોંડલ, રાજકોટ, સાવરકુંડલા, મોરબી સહિતના મથકો ઉપર પણ કપાસની આવક વધી છે. આવક વધવાના કારણે કપાસના ભાવ ઉપર સીધી રીતે ઘટાડો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1250થી રૂ.1650ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે.
રૂ ગાંસડીના ભાવ ઘટીને રૂ.55300ની સપાટીએ પહોંચ્યા છે. છેલ્લા એક મહિનાથી નવી સિઝન શરૂ થઇ ત્યારથી કપાસ અને રૂ બજારમાં ધીમી ગતિએ ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. આ સિઝનમાં કપાસનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે તેમજ પ્રતિકુળ હવામાનના કારણે પાકની ગુણવત્તા અને ઉતારાને અસર થઇ છે. જોકે, હાલની સ્થિતિએ આવકોનું જોર વધવાના કારણે બજારમાં ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો છે. કપાસના બજારભાવ ઉપર વૈશ્વિક પરિબળોની પણ વ્યાપક પ્રમાણમાં અસર થાય છે.
ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે…મોંઘાભાવના બિયારણ સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે..પરંતુ પાક યાર્ડ સુધી પહોંચતા ભાવ તળિયે બેસી જાય છે….આવક બમણી થવાની વાત તો દૂર રહી પણ ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નીકળતા નથી.
સીસીઆઇએ ગત્ત સપ્તાહે ઉપરાઉપરી ભાવ વધારો કરતાં મોટો જથ્થો વેચાયો હતો જેને કારણે સૌસીઆઇએ સીઝન દરમિયાન ખરીદેલી ૩૨.૧૦ લાખ ગાંસડીમાંથી હવે ૧૦.૫૦ લાખ ગાંસડી રૂનો જથ્થો બચ્યો છે. દેશમાં કપાસની આવડકનું પ્રેશર હજુ એક મહિના પછી દેખાશે આથી આગામી એક મહિનામાં સીસીઆઇનું હજુ ઘણુ રૂ વેચાશે તેવી ધારણા છે.
લાભપાંચમ બાદ તમામ બજારો ખુલશે એટલે ભાવમાં કાપ મૂકવાની શક્યતા છે પરંતુ કોઈ મોટો ધટાડો નહી જોવા મળે કારણે કે આ વર્ષ વરસાદ ને કારણે ગુજરાતમાં કપાસમાં ભારે નુકસાની થઈ ગઈ છે. જેથી ઉત્પાદન પણ્ ધટશે તો બીજી બાજુ આ વર્ષ ખેડૂતો પાક નો સંગ્રહ કરી રહ્યા છે. જેના કારણે બજાર હાલ ૧૬૦૦ સુધી ચાલી રહી છે. પરંતુ આગામી દિવસોમાં કપાસમાં તેજી આવશે તેવું અનુમાન છે અને કપાસના ભાવ ૨૦૦૦₹ જવાની સંભાવના છે. રૂ ની માંગ વૈશ્વિક લેવલે વધું છે, આ વર્ષ આવકો પણ ઓછી થશે એટલે ભાવ વધશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.