તીવ્ર વરસાદી સિસ્ટમ:૩૫ કિમી ની ઝડપે પવન ફૂંકાશે , ૧૫ થી ૧૭ ઈંચ વરસાદ પડશે
રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે આશીક વરાપ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જોકે આગામી ૩ દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને તહેવારો મા તે વરસાદી માહોલ જામશે , અને નદી નાળામાં ધોડાપુર આવશે. જન્માષ્ટમી મહોત્સવ ના દિવસે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
લો પ્રેશર સિસ્ટમ એક થય ગય ને વેલમાકૅ લો પ્રેશર બની હવે ડિપ્રેશનમા ફેરવાઈ જાશે જેથી ભારે ગાજવીજ સાથે અતિભારે વરસાદની સંભાવના….
હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ કહ્યું હતું કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની સિસ્ટમ મજૅ થય છે જેના કારણે વેલમાકૅ લો પ્રેશર સિસ્ટમ બની છે તે હવે ડિપ્રેશનમા ફેરવાઈ જાય તેવી શક્યતા છે અને આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધશે જેના કારણે ૨૫ થી ૨૭ તારીખે ગુજરાતમાં સાવૅત્રીક વરસાદ પડશે.અને આ દિવસોમાં અતિવૃષ્ટિ થય શકે છે જેના કારણે તંત્ર અને લોકોએ સાવચેતી રાખવી.
આજે સાંજે આટલા વિસ્તારમાં વરસાદ ભૂક્કા કાઢશે
ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અમુક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે આગામી દિવસોમાં હજુ અતિભારે વરસાદની સંભાવના છે.
સાંજ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર અમદાવાદ ગાંધીનગર ખેડા સુરેન્દ્રનગર બોટાદ મોરબી જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી જિલ્લામાં પણ ગાજવીજ સાથે અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ મહેસાણા જિલ્લામાં ૫ થી ૮ ઈંચ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ મા આજે ગાજવીજ સાથે મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે.
26 તારીખે રેડ એલર્ટ જાહેર
પરેશ ગૌસ્વામીની આગાહી મુજબ 26 તારીખે અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કરું છે જેમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ મોરબી રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે કચ્છમાં પણ સારા થી ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ઉત્તર અને બાકીના સૌરાષ્ટ્રમાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે.