વરિયાળીના ભાવમાં ફરી ધટાડો
વરિયાળી ખેતરોમાંથી તૈયાર થઈ ખેડૂતનાં પરમાં અને કેટલીક વરિયાળીનો જથ્થો ભજારમાં પણ ઢલવાઈ ચૂક્યો છે. વરિયાળીનો શિયાળું પાક મોટા વાવેતરને કારણે કુલ ઉત્પાદન વધ્યું હોવા સામે નબળી માંગને કારણે ભાવ ઘટીને રૂ.૧૧૦૦ થી રૂ.૧૪૦૦ની સપાટીએ આવી ગયા હતા. વચ્ચે થોડા નિકાસ વેપાર અને સ્થાનીકે દેશના વપરાશમાં સ્ટોકિસ્ટોની પરાકીથી વરિયાળી બજારને ટેકો મળતાં રૂ.૧૪૦૦ થી રૂ.૧૮૦૦ ભાવ થયા હતા, એમાં ફરી ત્રણ દિવસથી ઘટાડાનો રેલો આવ્યો છે.
વરિયાળી મસાલામાં અગત્યની જણસી છે. વરિયાળી ક્વોલિટી બેઈઝ જોઇતી હોય તો ખરીફમાં વાવવી કરવી પડે, કારકા કે સારા કલર અને સારી ક્વોલિટીની વરિયાળી દેશાવરમાં ખપતી હોય છે. જેમ કે આજે પણ આબુ રોડ ગ્રીન વરિયાળીમાં બજારો પ્રતિ ૨૦ કિલો રૂ.૭૫૦૦ની સપાટી સુધી ટકેલ છે, નહીંવત આવકને કારણે. નિકાસભર લેવો હોય તો શિયાળું સિઝને એનું વાવેતર દ કરાય છે. આ વરિયાળી નિકાસમાં વધારે જતી હોવાનું કારણ માત્ર એ ખાવા કરતાં વાઇન બનાવવામાં જતી હોય એટલે કલર કે દાણાની સાઇઝનો મતલબ હોતો નથી.
વિતેલ વર્ષમાં ખેડૂતોએ વરિયાળીનાં રેકોર્ડબ્રેક ભાવ જોઈને શિયાળું સિઝનમાં જરા હટકે વાવેતર કરી નાખ્યું હતું. આ વખતનો શિયાળો વરિયાળી માટે સાનુકળ ન રહેવાથી વીઘા દીઠ દરેક વિસ્તારમાં વરિયાળીનો ઉતારો ૩૦ ટકા થી ૫૦ ટકા વિસ્તાર મુજબ ઓછો રહ્યો, તે બે નંબરની વાત છે, પણ કુલ ઉત્પાદન મોટું હોવાથી ખેડૂતની ભાષામાં કહીએ તો વરિયાળી બજારનું છાબડું તળિયું બેસી ગયું છે.
વરિયાળીના બજારમાં થયેલ બૂરા હાલને કારણે છેલ્લા પખવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા ઈડર અને ખેડબ્રહ્મા, અરવલ્લીનાં ધનસુરા અને ભાયડે પંથકનાં કેટલાક ખેડૂતોની સાથે વાત થયા 1 મુજબ કરી ખરીકે વરિયાળી વાવેતરમાં આ વખતે ઘટાડાનો રેલો આવશે. નીચે સરકી ગયેલા ભાવને કારણે ગત વર્ષે ખરીફ સિઝનથી વાવેતરની વધેલ ચાહત, આ ખરીફ સિઝનમાં ઓસરતી જોઇ શકાશે.
માર્કેટીંગ યાર્ડોમાં આજે હલકા પ્રકારની વરિયાળીની માંગ સામે આવકો વધું છે, તો એના ભાવ પણ નીચા સરકી ગયા છે. વૈશ્વિક લેવલે પાકિસ્તાન અને ઉજીપ્તની વરિયાળીનાં ભાવ આપણા કરતાં નીચા હોવાને કારણે અન્ય દેશોની ખરીદી એના તરફ વળવાથી આપણી વરિયાળીનાં નિકાસ કામકાજ ઓછા છે. હળવદ યાર્ડમાં ગત ૧૩, મે સોમવારે ૧૪,૧૫૦ મણ વરિયાળીની આવક સામે રૂ.૧૦૫૦ થી રૂ.૧૬૨૫નાં ભાવે વેપાર થયા હતા. પંદર દિવસ પછી આજે તા.૨૭, મેનાં આવક ઘટીને ૯૫૦૮ મણ સામે પ્રતિમણ બજાર રૂ. 9900 થી રૂ.૧૫૭૦ હતી.
વરિયાળીમાં ૬૫ થી ૭૦ ટકા નિકાસબર ક્વોલિટીનો પાક…
ઊંઝાથી આજે તા.૨૭, મેનાં રોજ મસાલાનાં એક ટ્રેડર્સમિત્ર કહે છે કે છેલ્લા ત્રણેક દિવસથી વરિયાળી બજાર ઘટવાનો રેલો આવ્યો છે, નિકાસ વેપારો ન હોવાની સાથે સ્થાનીકે દેશાવરનાં સ્ટોકિસ્ટી ખરીદી કરીને ઉભા રહી ગયા છે. વરિયાળીમાં ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ બોરીની આવક સામે એકપોર્ટ ક્વોલિટી રૂ.૧૨૦૦ થી રૂ.૧૪૦૦, દેશાવર કલર ક્વોલિટી મીડિયમ સારૂ રૂ.૩૧૦૦ થી રૂ.૪૦૦૦ અને આબુરોડ ગ્રીનમાં રૂ ૫૦૦૦ થી રૂ.૫૦૦નો ભાવ હતો.આબુરોડ ગ્રીનની નહિવત આવકો હોય છે. આ વખતે ૬૫ થી ૭૦ ટકા પાક એક્સપોર્ટ ક્વોલિટીનો છે.