સફેદ અને કાળા તલની બજારમાં શનિવારે ભાવ સ્થિર રહ્યા હતા આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનોઆધાર રહેલો છે. કાળા તલમાં હવે ઉંચા ભાવથી ઘરાકી નથી અનેઆ સપતાહમાં બજારો થોડા નીચા આવે તેવી પણ સંભાવનાં રહેલી છે.
તલની બજારમાં એવરેજ બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. ઉનાળ તલના વાવેતર હવે થોડા સમયમાં ચાલુ થઈ જાય તેવી ધારણા છે અને આ વર્ષે પાણી સારા હોવાથી તલના વાવેતર વધારે થાય તેવી સંભાવનાં છે.
રાજકોટમાં સફેદ તલની ૭૦૦ કટ્ટા ની આવક હતી અને યાર્ડમાં કુલ ૧૦૦૦ કઠ્ઠા પેન્ડિંગ પડ્યાં છે. ભાવ રેગ્યુલર હલ્દમાં રૂ. ૧૪૦૦થી ૧૭૫૦, ભેસ્ટ હલ્દમાં રૂ.૧૭૫૦થી ૧૯૫૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૨૫૦થી ૨૩૫૦ હતા.
રાજકોટમાં તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૫૦૦૦થી ૫૨૦૦, ઝેડ બ્લેકમા રૂ.૪૭૦૦થી ૫૦૦૦ અને એવરેજ ભાવ રુ.૩૫૦૦થી ૪૯૦૦ હતા. રાજકોટમાં ૧૦૦ બોરીની આવકો હતી.
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૬૦૦ થી ૫૨૯૦ ભાવ બોલાયા હતા, અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૨૫૦૦ થી ૪૮૮૦ ભાવ બોલાયા હતા, બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૪૧૫ થી ૫૦૩૦ ભાવ બોલાયા હતા, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૦૦૦ થી ૪૦૦૧ ભાવ બોલાયા હતા.
જસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૨૫૦૦ થી ૩૫૦૦ ભાવ બોલાયા હતા, મહુવા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૧૪૪ થી ૪૬૬૦ ભાવ બોલાયા હતા, મોરબી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૩૩૦ થી ૪૨૦૦ ભાવ બોલાયા હતા, ભચાઉ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૦૦૦ થી ૪૪૨૨ ભાવ બોલાયા હતા.