સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને રાજકોટમાં પાર્ડમાં સફેદની આવક થોડી વધી હતી. સફેદ તલની બજારમાં હવે નિકાસ વેપારો વગર કોઈ મોટી મુવમેન્ટ થવી મુશ્કેલ છે. આગામી દિવસામાં સફેદ તલમાં વેપારો કેવા થાય છે તેના ઉપર જ બજારો ચાલશે.
વેપારીઓ કહે છેકે કાળા તલની બજારમાં ભાવ ગમે ત્યારે નીચા આવે તેવી સંભાવના છે. કાળા તલમાં બિયારણની મોટા ભાગની ડિમાન્ડ પૂરી થઈ ગઈ છે. અને હવે ખાસ કોઈ માંગ નથી. સામે કાળા તલનો સ્ટોક પણ ગુજરાતમાં પૂરો ૫૦૦ ટન પણ પડ્યો નથી, પરિણામે જો લેવા આવે તો માલ મળે તેમ નથી અને ઉંચા ભાવ ચૂકવવા પડે તેવી સ્થિતિ છે. આગળ ઉપર ડિમાન્ડ ઉપર બજારો ચાલશે અને ડિમાન્ડ નહીં આવે તો ભાવ ગમે ત્યારે નીચા આવી જાય તેવી ધારણા છે.
રાજકોટમાં સફેદ તલની ૮૦૦ કટ્ટાની આવક હતી અને ચાર્ડમાં કુલ ૧૦૦૦ કઠ્ઠા પેન્ડિંગ પડયાં છેભાવ રેગ્યુલર હલ્દમાં રૂ.૧૪૦૦થી ૧૭૦૦, ભેસ્ટ હલ્દમાં રૂ.૧૭૦૦થી ૧૮૫૦ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૨૦૦થી ૨૨૫૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૫૧૦૦થી ૫૨૦૦, ઝેડ બ્લેકમા રૂ.૪૬૦૦થી ૫૦૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૫૦૦થી ૪૫૦૦ હતા. રાજકોટમાં ૧૫૦ બોરીની આવક હતી. એમ.પી. યુ.પીના હલ્દ સેમીનો ભાવ રૂ.૧૪૩ હતા.
આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૭૦૦ થી ૪૭૨૦ બોલાયા હતા, આજે અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૨૭૦૦ થી ૩૮૦૦ ભાવ બોલાયા હતા,આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૮૮૧ થી ૪૮૮૧ બોલાયા હતા, આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૧૮૫૧ થી ૪૧૦૧ બોલાવ્યા હતા.
આજે બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૪૪૦૦ થી ૪૭૦૦ ભાવ બોલાયા હતા,આજે ધોરાજી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૦૦૧ થી ૩૩૯૬ ભાવ બોલાયા હતા,આજે મોરબી માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૪૫૦ થી ૪૦૩૪ ભાવ બોલાયા હતા, આજે ભચાઉ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ૩૫૦૦ થી ૩૬૦૦ બોલાયા હતા.