સફેદ અને કાળા તલની બજારમાં ભાવ શાંત પડયા વિષ્ણવ આગળની બજારનો રહેલો છે. હાલમાં કોઈ મોટી મુવમેન્ટ નથી, પરંતુ આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે.
તલના વેપારીઓ કહે છેકે બજારમાં ધરાકી ઓછી છે અને સામે બજારમાં આવકો પણ નબળી ક્વોલિટીની વધારે આવી રહી છે. ગુજરાતમાં ચારથી પાંચ હજારે કટ્ટાની આવક થાય છે. જેમાંથી ૮૦ ટકા માલો નબળી ક્વોલિટીના આવી રહ્યાં છે. આગળ ઉપર તલમાં વેચવાલી અને ટેન્ડરના પરિણામો ઉપર બજારો આધાર રહેલો છે.
રાજકોટમાં સફેદ તલની ૧૪૦૦ કટ્ટાની આવક હતી. ભાવ મિડીયમ હદમાં રૂ.૨૦૦૦થી ૨૧૨૫, બેસ્ટ હલ્દમાં રૂ.૨૧૫૦થી ૨૨૨૫ અને પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂ.૨૪૫૦થી ૨૫૦૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા ३.૪૩૬૦ થી ૪૪૦૦,ઝેડ બ્લેકમા રૂ.૪૧૫૦થી ૪૩૦૦ અને એવરેજ ભાવ રૂ.૩૨૫૦થી ૩૯૦૦ હતા.રાજકોટમાં 200 કટ્ટા ની આવક હતી. સાઉથના નવાં ક્રોપ માં ગોલ્ડન યેલલો ક્વોલિટી ના ભાવ મુદ્રા પહોંચમાં રૂ.171 પ્રતિ કિલો ના હતાં.
રાજકોટમાં કાળા તલના ભાવ ૩૦૨૦ થી ૪૪૦૦ બોલાયા હતા, અમરેલી માં કાળા તલના ભાવ ૨૮૦૦ થી ૪૫૪૫ બોલાયા હતા જ્યારે સૌથી વધુ બોટાદ માં કાળા તલના ભાવ ૩૨૯૫ થી ૪૫૯૫ બોલાયા હતા.