મગફળીની બજારમાં મળે રૂ.પથી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. સિંગદાણાની બજારમાં ભાવ સ્ટેબલ હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોતી. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો ખાપાર રહેલો છે. મગફળીમાં હાલ વેચવાલી હવે ધીમી પડે તેવી સંભાવનાં છે. હાલના તબકકે બજારમાં લેવાલી મર્યાદીત છે. ડિસેમ્બરમાં ખાદ્યતેલમાં પરાકી આવશે તો મગફળીની બજારનેટેકો મળી શકે તેમ છે.
રાજકોટમાં ૯૫ હજાર ગુણીની આવક હતી ૧૫ હજાર ગુણીના વેપાર હતા. ભાવ ૩૯ નંબરમાં એવરેજ રૂ.૮૫૦થી ૧૦૯૦, સુપરમાં રૂ. ૧૧૦૦થી ૧૧૫૦ અને 37 નંબરમાં રૂ.૮૫૦થી ૯૮૦ હતા. જી- ૨૦માં રૂ.૧૦૩૦થી ૧૧૪૦, સુપર રૂ.૧૧૫૦થી ૧૨૦૦ હતા. બીટી ૩૨-૨૮ માં રૂ.૯૪૦થી ૧૦૩૦, સુપર રૂ.૧૦૩૦થી ૧૦૫૫ હતા. ગીરનાર ચારમાં રૂ.૧૦૫૦થી ૧૧૫૦, સુપર રૂ.૧૨૦૦થી ૧૨૫૮ સુધી હતા.
ગોંડલમાં ૩૦થી ૩૨ હજાર ગુણીની આવક હતી અને વેપારો ૩૨ હજાર ગુણીના થયા હતા. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૨૨૫, ૩૭ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦, ૩૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૨૦૦ હતા. બીટી ૩૨માં રૂ.૯૫૦થી ૧૦૭૦, રોહીલી રૂ.૧૦૦૦થી ૧૧૪૦ અને ૨૪ નંબરમાં રૂ. ૧000થી 1100 સુધીના ભાવ હતા. ગીરનારમાં રૂ.૯૫૦થી ૧૩૧૨ હતા.
હિંમતનગરમાં ૧૨થી ૧૫ હજાર ગુણીની આવક સામે ભાવ રૂ.૧૧૪૦થી ૧૫૨૦ હતા. ડીસામાં ૨૫ હજાર બોરીની આવક હતી અને ભાવ રૂ.૯૭૧થી ૧૯૦૦ હતા. ઈડરમાં ચાર હજાર ગુણી હતી. પાલનપુરમાં ૧૭ હજાર ગુસી, પાથાવાડામાં ૧૪ હજાર જાર ગુણી, ગુંદરીમાં ૧૦ હજાર ગુણી હતી. યુ.પી. -ઝાંસીમાં ૩૦ હજાર ગુણીની આવક હતી અને ભાવ રૂ. ૪૮૦૦થી ૪૪૦૦ હતા.