ધંઉની બજારમા ભાવ નરમ રહ્યા હતા અને મણે રૂ.૫થી ૧૦નો ઘટાડ થયો હતો. ધઉંની બજારમાં આગમી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળ ની બજારનો આધાર રહેલો છે. આગળ ઉપર ધંઉની બજારમાં ભાવ હજી પણ થોડા ધટી શકે છે.
એફસીઆઈ દ્વારા પાંચ લાખ ટન ઘઉંનું સાપ્તાહિક વેચાણ કરવામાં આવ્યું છે. પરંતુ હવે થોડા દિવસમાં સરકારી વેચાણ પણ બંધ થઈ જાય તેવી પારણા છે. ગુજરાતમાં આ સપ્તાહના ટેન્ડરમાં રૂ.૨૭૦૦ થી ૨૮૦૦ વચ્ચેની બીડથી મિલરોને ટેન્ડર મળ્યાં હોવાના સમાચાર આવી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા એવરેજ રૂ.૨૭૦૦થી ૩૦૦૦ની વચ્ચેના ભાવ ક્વોટ થયા હતા.
રાજકોટમાં ઘઉંની કુલ ૩૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં માં રૂ.૫૧૫ થી ૫૩૦, એવરેજ રૂ.૫૩૦થી ૫૬૦, સારી ક્વોલિટીમાં રૂ.૫૭૦થી ૬૨૦ હતા. ગોંડલ યાર્ડમાં ૨૧,૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૨૦થી૬૦૨ અને ટૂકડામાં રૂ.૫૧૦ થી ૬૩૦ હતા.હિંમતનગરમાં નવા ઘઉંની ૨૫૦ ગુણીની આવક સામે ભાવ મિલબરમાં રૂ.૫૫૫, મિડીયમમાં રૂ.૬૦૦થી ૬૪૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૮૮ના ભાવ હતા.
નવા ઘઉંની જૂનાગઢમાં ૧૪,૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૫૧૦થી ૬૦0, કોડિનારમાં ૧૪૦૦૦ કહાની આવક સામે ભાવ રૂ.૫૨૦થી ५७०, વિસાવદરમાં ૧૪૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૫૧૦થી ५७० હતા. કેશોદમાં ૧૦,૦૦૦ કહાની આવક સામે ભાવ રૂ.૫૧૦થી ૫૬૦ હતા. એવરેજ મંડી ભાવમાં ૨૦ કિલોએ રૂ.પથી ૧૦નો ઘટાડો થયો હતો.
વૈશ્વિક ઘઉંની બજારમાં ભાવમાં ઘટાડો ઘટાડો હતો. ભેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૩.૨૩ સેન્ટ વધીને ૫.૫૯ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં ૬.૭૯ ટકા ઘટયાં હતાં.