સૌરાષ્ટ્રમાં સતત વરસાદને પગલે તલમાં તેજીનો માહોલ, મણે રૂ.૪૦થી ૫૦ વધ્યાં, મોટી તેજી આવશે
ઉનાળુ તલની બજારમાં એક દિવસ ઘટાડો આવ્યાં બાદ ફરી બજારો ઊંચકાવા છે. સૌરાષ્ટ્રમાં ફરી વરસાદ આવ્યો હોવાથી અને આજે પણ કેટલાક ગામોમાં વરસાદ શરૂ હોવાથી તલના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે તલ કાઢીને ખેતરમાં પાથરા પડ્યા છે જેમાં વરસાદ ને કારણે કોલીટીમા ડેમેજ આવ્યું છે ખેતરમાં પાક ઉભો છે તેમાં પણ તેમાં પણ ઉતારા ઓછાં આવે તેવી શક્યતા છે જેના કારણે તલની બજારમાં તેજી આવી છે એકજ દિવસમાં રૂ.50 થી 60 નો વધારો થયો છે.
તલમાં ઓલ જૂન ડિલીવરી મન્દ્રા પહોંચમાં રૂ.૧૪૪ પ્રતિ કિલોનાં ભાવ છે. એક વીક ડિલીવરીનો ભાવ રૂ.૧૪૭ ક્વોટ થયો હતો.
તલમાં ૨૫થી ૩૦ ટકા માલમાં ક્વોલિટી ડેમેજ અને અમુક એરિયામાં ઉતારા પણ કપાશે.
નવા ઉનાળુ તલની આજે રાજકોટમાં 2000 કટ્ટા, અમરેલીમાં 1700 કટ્ટા ની આવક થય હતી. ઓલ ગુજરાતમાં આવકો ધટીને 5500 બોરીની થય હતી.જે ગય કાલની તુલનાએ એકાદ હજાર બોરી ઓછી હતી. તલની આવક વરસાદ બંદ થયાં બાદ વધે તેવી શક્યતા છે.
તલની નિકાસકારોની ધરાકી સારી છે અને પાકના અંદાજો હવે દિવસે દિવસે ધટી રહ્યા છે.
તલની બજારમાં ભાવ વધારો નોંધાયો છે આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજાર નો આધાર રહેલો છે સાથે આવકો વધશે જેથી બજાર થોડી ધટશે તેવી ધારણા છે.